મોરબીમાં સોશ્યલ મીડિયા મારફત સગીરાને ફસાવી સર્વસ્વ લુંટી લીધું, હજારો રૂપિયા પણ પડાવ્યા

ત્રણ ઇસમોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

 

આજના યુગમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી અનેક પ્રકારની છેતરપીંડીના કિસ્સા પ્રકાશમાં આવતા રહેતા હોય છે તો સોશ્યલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ પ્રેમજાળમાં ફસાવી યુવતીની જિંદગી બરબાદ કરી નાખતા હોવાની અનેક ઘટનાઓ બનતી રહે છે જેમાં મોરબીમાં સુખી પરિવારની સગીરાને ઇન્સટાગ્રામના માધ્યમથી ફસાવી ત્રણ ઇસમોએ સગીરાનું સર્વસ્વ લુંટી લીધું એટલું જ નહિ હજારો રૂપિયા પણ પડાવી હેરાન પરેશાન કરતા હોય આખરે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ શરુ કરી છે

મોરબી શહેરના પોશ વિસ્તારમાં રહેતી સુખી પરિવારની સગીરાને ઇન્સટાગ્રામ પર ખોટા નામ ધારણ કરી આવારા તત્વોએ સંપર્ક કેળવી પ્રેમ જાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું તેમજ ફોટો અને વિડીયો બનાવી બ્લેક મેલ કરી અન્ય મિત્રો સાથે પણ મીત્રતા કરવા મજબુર કરી હતી અને ફોટો વિડીયો બનાવી હજારો રૂપિયા પડાવી લીધા હતા એક ઇસમેં સગીરા સાથે દુષ્કર્મ આચરી રોકડ પડાવ્યા બાદ પણ સંતોષ નહિ થતા અન્ય મિત્રો સાથે દોસ્તી કરવા દબાણ કરી ફેક આઈડી મારફત બીજા ઈસમોને સગીરા સોપી હતી અને બીજા બાદ ત્રીજા આરોપીએ પણ સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું

અલગ અલગ સ્થળોએ સગીરા સાથે દુષ્કર્મ આચરી નાણા પડાવી લીધા હોય અને ત્રણ ઇસમોના ત્રાસથી કંટાળી ગયેલી સગીરાએ આખરે હિમત કરી પરિવારને જાણ કરતા ત્રણ ઈસમો વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી એ ડીવીઝન પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ અને દુષ્કર્મની કલમો ઉપરાંત આઈટી એક્ટ ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે જોકે આવા ગંભીર ગુનામાં પણ આરોપીના નામો આપવા એ ડીવીઝન પીઆઈ એમ પી પંડ્યાએ ઇનકાર કર્યો હતો અને આરોપીઓ ઝડપાયા બાદ નામ જાહેર કરાશે તેવો જવાબ મીડિયાને મળ્યો હતો

Comments
Loading...
WhatsApp chat