


મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલા અસંખ્ય સિરામિક એકમ દ્વારા દેશ અને વિદેશમાં ટાઈલ્સના માલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વર્ષે અબજોનો વેપાર કરતા સિરામિક ઉદ્યોગ સાથે છેતરપીંડીના પણ કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. વાંકાનેરના માટેલ રોડ પરના સિરામિક એકમમાંથી બે ટ્રક માલ ભરીને ટ્રાન્સપોર્ટ તથા ટ્રકના ડ્રાઈવરોએ માલ નિયત સ્થળે નહિ પહોંચાડીને ૨૦ લાખથી વધુની છેતરપીંડી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જયંતીલાલ રાઘવજીભાઈ ફૂલતરીયા રહે. મોરબી ભક્તિ નિકેતન સોસાયટી વાળાએ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૬-૦૮-૨૦૧૭ થી ૧૩-૦૮-૧૭ દરમિયાન ફરિયાદીએ પોતાની રીચ વીટ્રીફાઈડ પ્રા. લી. કારખાનામાંથી આરોપી અમરજ્યોતિ ટ્રાન્સપોર્ટ મોરબી મારફતે ટ્રક નં જીજે ૩ એટી ૪૭૫ તથા ટ્રક નં જીજે ૧૩ એટી ૧૪૫૧ માં વીટ્રીફાઈડ ટાઈલ્સ કુલ બોક્સ નંગ ૧૬૨૦ કીમત રૂપિયા ૧૦,૭૪,૭૪૮ નો માલ તેમના વિશ્વાસે રામ ટાઈલ્સ એન્ડ મારબલ ઇન્ડસટ્રીઝ શોપ નં ૨ મોતીનગર ભોપાલ મધ્યપ્રદેશ વાળાને મોકલેલ તે માલ પેઢીમાં પહોંચાડેલ નહિ તેમજ ગુરુકૃપા રોડ લાઈન્સ ટીંબડી પાટિયા પાસે મોરબી ૨ વાળાના ટ્રક નં આરજે ૫૦ જીએ ૧૫૨૯ માં વીટ્રીફાઈડ ટાઈલ્સના કુલ બોકડ નંગ ૧૪૪૩ કીમત રૂપિયા ૯,૫૭,૩૨૧ નો માલ શ્રી રામ ટાઈલ્સ એન્ડ માર્બલ શોપ ભોપાલ મધ્યપ્રદેશ વાળાને મોકલેલ તે માલ પેઢીને પહોંચાડેલ નથી. આમ આ ટ્રાન્સપોર્ટ વાળાઓ તથા ટ્રકોના ડ્રાઈવરોએ મળી ફરિયાદીના કુલ ૩૦૬૩ બોકડ નંગ કીમત રૂપિયા ૨૦,૩૨,૦૬૯ ના માલ પેઢીઓને નહિ પહોંચાડી ઓળવી જઈ વિશ્વાસ ઘાત અને છેતરપીંડી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. વાંકાનેર તાલુકા પોલીસે છેતરપીંડીનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.