



વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આગામી તા.૨૧ ને રવિવારે એન્જીનીયરીંગ બ્લોક રાખવામાં આવ્યા હોય જેથી અનેક ટ્રેનોને અડધો કલાક જેટલી રોકી રાખવવામાં આવશે તો ભાવનગર ઓખા રૂટની ટ્રેનને રદ કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે કે આગામી તા. 21ના રોજ વાંકાનેર જંકશન ખાતે એન્જીનીયરીંગ બ્લોક જાહેર કરવામાં આવ્યો છે મેઇન્ટેન્સ ના કારણે ભાવનગર ઓખા રૂટ વચ્ચે દોડાડતી ત્રણ વાંકાનેર નહિ આવે જયારે સૌરાષ્ટ્ર જનતા, કોઈમ્બતૂર એક્સપ્રેસ અને સુરત ઇન્ટરસીટી સહિતની ટ્રેનને અડધો કલાક વાંકાનેર રોકી રાખવામાં આવનાર હોવાથી મુસાફરોએ નોંધ લેવા જણાવાયું છે.



