લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે રદ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી

 

લખનૌ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી જે હવે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, પુનઃસ્થાપિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

પુનઃસ્થાપિત કરાયેલી ટ્રેનો:

  • 08.07.2022, 15.07.2022 અને 22.07.2022ની ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ.
  • 04.07.2022, 11.07.2022 અને 18.07.2022 ની ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ
  • 09.07.2022, 16.07.2022 અને 23.07.2022ની ટ્રેન નંબર 15667 ગાંધીધામ – કામાખ્યા એક્સપ્રેસ.
  • 06.07.2022, 13.07.2022 અને 20.07.2022ની ટ્રેન નંબર 15668 કામાખ્યા – ગાંધીધામ એક્સપ્રેસ.

 

ઉપરોક્ત તમામ ટ્રેનો હવે તેમના નિયમિત સમયપત્રક મુજબ દોડશે. ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

*****

 

Comments
Loading...
WhatsApp chat