

સર્વ શિક્ષા અભિયાન કચેરી- મોરબી અને આર.ટી.ઓ.કચેરી મોરબીના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ લાવવા લઈ જવા માટે 32 બત્રીસ શાળાઓ અને 1050 એક હજાર પચાસ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચલાવવામાં આવે છે
જેમાં આર.ટી.ઈ.ના કાયદાની જોગવાઈ મુજબ ધો 1 થી 5 માં દોઢ કીમી અને ધો.6 થી 8 માં ત્રણ કિમી દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે સર્વ શિક્ષા અભિયાન દ્વારા ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડવામાં આવેલ છે જેનાં ડ્રાંઇવરોને નિયમિતતા,બાળકો પ્રત્યેની કાળજી,બાળકો પ્રત્યે સારી વર્તણુંક રાખવી,ટ્રાફિકના નિયમોનું પાલન કરવું,વાહનની સ્પીડ મર્યાદિત રાખવી,બાળકોને શાળાએથી ઘરે અને ઘરે અને ઘરેથી શાળાએ સમયસર પહોંચાડવા વગેરે વિષયો પર આર.ટી.ઓ.ઓફિસર સીંગાળા અને મુલાની તેમજ મુકેશભાઈ ડાભી અને આશીશભાઈ રામાવત રિસોર્સ પર્સન (એ.એસ.) એસ.એસ.એ.મોરબી વગેરે એ તાલીમ આપી હતી દરેક ડ્રાઇવરોને તાલીમમાં હાજરી બદલ પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. તાલીમની સફળ બનાવવા ચિરાગ આદ્રોજા, રિકિત વિડજા,ચંદ્રકાંત બાવરવા વગેરે બીઆરસી,સીઆરસીએ જહેમત ઉઠાવી હતી