મોરબીમાં જુવેનાઈલ જસ્ટિસ અને પોકસો એક્ટ અંતર્ગત પોલીસ કર્મીઓની તાલીમ યોજાઈ

 

 

જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ અને પોકસો એક્ટ-૨૦૧૨ અંતર્ગત મોરબી જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણની કામગીરી અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પી. સી. ગોસ્વામીના અધ્યક્ષસ્થાને પોલીસ કર્મીઓની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

 

આ તાલીમમાં ૭૦ જેટલા પોલીસ કર્મીઓને  જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫ અને પોકસો એક્ટ-૨૦૧૨ હેઠળ કરવાની થતી કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લા સમાજ સુરક્ષા પ્રોબેશન ઓફિસર ડૉ. મિલન પંડિત, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. વિપુલ શેરશીયા, લીગલ ઓફીસર રોશનીબેન  તથા  તમામ પોલીસ અધિકારીઓ (મહિલા પોલીસ સ્ટેશન સહિત), ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, વુમન હેલ્પ ડેક્સના સભ્યો, સી ટીમના સભ્યો, એફ.એફ.ડબલ્યુ.સી.ના સભ્યો, જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા એકમના તમામ સ્ટાફ સહિતનાઓએ હાજર રહી તાલીમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.

 

This slideshow requires JavaScript.

 

Comments
Loading...
WhatsApp chat