Billboard ad 1150*250 Billboard ad 1150*250

લક્ષ્મીનગર ગામ નજીક ટ્રકે રીક્ષાને ઠોકર મારી, દંપતી સહિત ત્રણને ઈજા

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ નજીક ટ્રકે રિક્ષાને પાછળથી ઠોકર મારતા રિક્ષામાં સવાર પતિ-પત્ની સહીત ત્રણને ઈજા થઇ હતી જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા મહેશ વિરજીભાઈ ધામેચા રિક્ષા લઈને મોરબી-માળિયા હાઈવે પર જતા હોય દરમિયાન લક્ષ્મીનગર ગામ નજીક પહોચતા પાછળથી આવી રહેલ ટ્રક જીજે ૧૦ ટીટી ૮૮૭૭ના ચાલકે રિક્ષાના પાછળના ભાગે ઠોકર મારતા રીક્ષામા પાછળના ભાગે પગ કાઢીને બેઠેલ હકાભાઇ છગનભાઈ ધામેચા, ખેંગારભાઈ કાનજીભાઈ ધામેચા અને તેના પત્ની રતનબહેને પગના ભાગે ફેકચર જેવી ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

જે મામલે રિક્ષા ચાલક મહેશ વિરજીભાઈ ધામેચાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat