મોરબીના મકનસર ગામે તસ્કરો ત્રાટક્યા, રોકડ-દાગીનાની ચોરી

મોરબી પંથકમાં તસ્કરો ફરીથી સક્રિય થયા હોય તેમ રાજપર રોડ પરની ચોરીની ઘટના તાજી છે ત્યાં મકનસર ગામના મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ અને દાગીનાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના મકનસર ગામે વણકરવાસમાં રહેતા નિર્મળાબેન કમલેશભાઈના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં મકાનના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ સહીત કુલ ૪૦,૧૮૦ ની મત્તા ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે તો આ મકાન ઉપરાંત અન્ય એક દુકાનમાં તસ્કરોએ ખાદ્ય ચીજવસ્તુઓ ચોરી હતી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat