મોરબીના સામાકાંઠે તસ્કરો ત્રાટક્યા, મકાનમાંથી દાગીના અને રોકડની ચોરી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે અને તસ્કરોને પોલીસનો કોઈ ખોફ રહ્યો ના હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહયા છે જેમાં સામાકાંઠાના મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ અને સોનાના દાગીનાની ચોરી કર્યાની માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભરતસિંહ રાઠોડના મકાનને ગત રાત્રીએ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું સિંચાઈ વિભાગના નિવૃત કર્મચારી ભરતસિંહ રાઠોડ પરિવાર સાથે ઉપરના માળે સુવા ગયો હોય અને નીચે તાળું માર્યું હોય જે તાળું તોડી રાત્રીના સમયે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં રાખેલ સોનાના દાગીના અંદાજે સાડા ત્રણથી ચાર તોલા અને ૧૭૦૦૦ ની રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ ચોરી કરી તસ્કરો નાસી ગયા છે અને સવારે પરિવાર નીચે આવતા ચોરીના બનાવ અંગે જાણ થતા બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી અને પોલીસે સ્થળ તપાસ કરી કાર્યવાહી આદરી છે જોકે વધતા જતા ચોરીના બનાવોથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉપસ્થિત થયા છે અને ચોરીની ઘટનાઓને રોકવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નહિ કહેવાય  

Comments
Loading...
WhatsApp chat