



મોરબી શહેરના દરેક રોડ પર નિયમિત ટ્રાફિકની સમસ્યા વાહનચાલકોને સતાવતી રહે છે. શહેરના મુખ્યમાર્ગો પર ટ્રાફિકની સમસ્યા પ્રતિદિન જોવા મળે છે. ગેસ્ટ હાઉસ રોડ વીસીફાટક થઈને સામાકાંઠે જવા માટેનો એક જ રોડ હોવાથી જેથી ટૂ વ્હીલર થી માંડીને ફોર વ્હીલર ઉપરાંત એસટી બસો, ખાનગી બસો, ભારે વાહનોની આખો દિવસ અવરજવર રહે છે. વીસીફાટક ખાતે ટ્રાફિક પોઈન્ટ છે પણ વધતા વાહનોની સંખ્યા સાથે વાહનચાલકોમાં લીધે ટ્રાફિક સમસ્યા સર્જે છે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કામગીરી કરાતી હોવા છતાં અધુરી કે ઓછી કામગીરી થતી હોય તેમ ટ્રાફિકજામમાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે

