Billboard ad 1150*250

મોરબીમાં માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા

0 543

મોરબી શહેરના દરેક રોડ પર નિયમિત ટ્રાફિકની સમસ્યા વાહનચાલકોને સતાવતી રહે છે. શહેરના મુખ્યમાર્ગો પર ટ્રાફિકની સમસ્યા પ્રતિદિન જોવા મળે છે. આજ સવારે મોરબી-વાંકાનેર હાઈવે પર ટ્રાફિકજામનાં દર્શ્યો જોવા મળ્યા હતા. જેને કારણે વેપારી અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.મોરબી-વાંકાનેર હાઈવે પર અવારનવાર ટ્રાફિકજામ સર્જાયા કરે છે છતા પણ તંત્ર દ્વારા કોઈ ટ્રાફિક નિયમનના પગલા લેવામાં આવતા નથી જેથી કરીને રાહદારીઓ અને વેપારીઓને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat