


મોરબી જીલ્લામાં હાઈવે પર ટ્રાફિક પોલીસના ઉઘરાણા કરતો વિડીયો તાજેતરમાં વાયરલ થયા બાદ આ મામલે ગંભીરતા દાખવી ટ્રાફિક જવાનને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે
તાજેતરમાં માળિયા પીપળીયા હાઈવે પર ટ્રાફિકના જવાન ટ્રક ચાલક પાસેથી રોકડી કરતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો તેમજ માધ્યમોએ પણ આ બનાવની નોંધ લીધા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો અને આ મામલો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો અને વાયરલ થયેલા વિડીયોમાં ફરજ પરના ટ્રાફિક જવાન હીરાભાઈ મઠીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જોકે આવી ઉઘરાણીમાં ફોલ્ડરને સાથે રાખીને ઉઘરાણા કરાતા હોય છે તે કોણ હતા તેની તપાસ કરવી જરૂરી બને છે.

