


મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સામાન્ય બની ગઈ છે અને દરરોજ મોરબી શહેર હોય કે પછી સિરામિક ઝોનના રસ્તાઓ ટ્રાફિકની સમસ્યા રહેતી જ હોય છે જેમાં આજે પીપળી રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી.
મોરબીના પીપળી રોડ પર સિરામિકની અનેક ફેકટરીઓ ધમધમે છે અને ફોર વ્હીલ, મોટરસાયકલ અને લોડેડ વાહનોની સતત અવરજવર રહેતી હોય છે ત્યારે આજે બપોરના સુમારે ટ્રાફિકજામ સર્જાયો હતો જેને પગલે રોડની બંને તરફ લાંબી વાહનોની લાઈનો લાગી હતી અને નાણા વાહનો તથા સિરામિક ફેકટરીના લોડેડ વાહન ના ચાલકો લાંબો વખત સુધી જામમાં ફસાયા હતા એક તરફ આકરા તાપ અને ગરમીથી પરેશાન લોકો ટ્રાફિકજામમાં ફસાતા ભારે રોષ અને ગુસ્સો જોવા મળ્યો હતો.

