


મોરબી રાજકોટ હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે અને અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાય છે તેવી જ સ્થિતિ આજે જોવા મળી છે હાલ ટંકારા નજીક ટ્રાફિકજામ થયો છે.
મોરબી રાજકોટ હાઈવે પર આવેલા ટંકારા નજીક આજે સામાન્ય એવો અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાયો હતો અને જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લીયર કરવા મથામણ કરી રહી છે પરંતુ ટ્રાફિકની સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે હજુ ક્યારે ટ્રાફિક ક્લીયર થાય તે કહી સકાય તેમ નથી

