


હળવદમાં ઠેર-ઠેર ટ્રાફિકજામ થવાથી રાહદારીઓ અને વાહન ચાલકને ભારે મુશ્કેલી સહન કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.જે મામલે પાલિકા તંત્ર દ્વારા દબાણ દુર કરી ટ્રાફિકની સમસ્યા તાકીદે હલ કરવા શહેરીજનોમાં માગ ઉઠી છે.
હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા અને ઠેર-ઠેર કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે શહેરના મુખ્ય માર્ગોપર ટ્રાફિકજામના દર્શ્યો સર્જાય છે.શહેરમાં રાહદારીઓને ચાલવા માટે બનાવેલ ફૂટપાથ પર વેપારીઓ દ્વારા દબાણ કરતા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે,એક તો શહેરની બજાર સાંકડી છતાં પણ દુકાનદારી દ્વારા ગેરકાયદેસર દબાણ કરતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.તો તંત્ર દ્વારા આંખ આડા કામ કરતા હોય તેમ નારી આંખે જોવા કરે છે.સરા ચોકડી, શક્તિ ટોકીઝ, જેવી અનેક જગ્યાએ ટ્રાફિકજામ સર્જાય છે.હળવદ પાલિકા દ્વારા આળસ ખંખેરી તાકીદે કાર્યવાહી થાય તેવી માગ ઉઠી શહેરીજનો દ્વારા ઉઠવા પામી છે.

