



મોરબી ઉદ્યોગનગરી તરીકે ઓળખાય છે પણ અહીં ઉદ્યોગ નો વિકાસ થયો પણ તંત્ર તે મુજબ પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષફળ રહ્યું હોય તેવું દરરોજ જોવા મળતું હોય છે જેમાં શહેર ના રોડ રસ્તા સાકળા છે અને વાહનોની વધુ છે જેના લીધે વારંવાર શહેર અને હાઇવે પર ટ્રાંફિક જામ ના દ્રશ્યો જોવા મળતા હોય છે તો ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક બ્રિગડો બનવામાં આવી છે પણ તો પણ અવારનવાર ટ્રાફિક જામ થાય છે જેના લીધે ટ્રાફિક બ્રિગેડે ની કામગીરી સામે પણ સવાલો ઉભા થાય છે આજની વાત કરી એ તો મોરબીના વી.સી.ફાટક પાસે સવારથી ટ્રાંફિક જામ થવાથી કેટલાય વાહનો ચાલકો તેમાં ફસાયા છે

