

મોરબી રાજકોટ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો કાયમી જોવા મળે છે જેમાં આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો તો અકસ્માત બાદ ટ્રાફિક જામ સર્જાયો હતો અને એક કલાકથી વધુ સમયથી વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા છે
મોરબી રાજકોટ સ્ટેટ હાઈવે પરના લજાઈ ગામ નજીક સાંજના સુમારે અકસ્માત સર્જાયો હતો અને હમેશની જેમ અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાતા સ્થિતિ વિકટ બની હતી અને ટ્રાફિક ચક્કાજામમાં વાહનચાલકો ફસાઈ ગયા છે અને એક કલાકથી વધુ સમયથી વાહનો થંભી ગયેલા જોવા મળે છે અને લાંબી કતારો વાહનોની લાગી હોય ટ્રાફિક ક્યારે ક્લીયર થશે તેવો રોષ પણ વાહનચાલકો વ્યક્ત કરતા જોવા મળ્યા હતા અને કાયમી સર્જાતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ તંત્ર ક્યારે લાવશે તે સવાલ પણ ઉઠાવ્યો હતો



