મોરબીના નવલખી ફાટકે સર્જાયો ટ્રાફિકજામ, વાહનોની લાંબી કતાર

મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ અને ટ્રાફિક સપ્તાહની ઉજવણી છતાં પરિસ્થિતિમાં ઝાઝો ફેર પડ્યો નથી. આજે મોરબીની નવલખી ફાટકે સર્જાયેલા ટ્રાફિક જામમાં વાહનચાલકો ફસાયા હતા.

મોરબીની નવલખી ફાટકે હમેશા ટ્રાફિકની માથાકૂટ રહેતી હોય છે તો વળી નવલખી ફાટકે ટ્રાફિક કામગીરી કરતા ટ્રાફિક જવાનોની કામગીરી સામે અગાઉ પણ સવાલો ઉઠવા પામ્યા છે અને આજે ફરીથી ટ્રાફિકજામ સર્જાયો હતો જેમાં વાહનચાલકો ફસાઈ જતા હજારો માનવ કલાક વેડફાઈ હતી

તો પેટ્રોલ અને ડીઝલનો પણ ધુમાડો થવા પામ્યો હતો. ટ્રાફિક અંગે મોરબી સિરામિક એસોના નીલેશભાઈ જેતપરિયા અને મુકેશ કુંડારિયાએ નિરાશા વ્યક્ત કરી હતી અને અવારનવાર આવો ટ્રાફિક સર્જાતો હોય છે ત્યારે તંત્ર યોગ્ય પગલા ભરે જેથી લોકોનો કીમતી સમય અને નાણાનો વેડફાટ અટકાવી શકાય તેમ પણ જણાવ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat