


મોરબી જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ ચાલીર રહી છે ત્યારે મોરબી પોલીસે ત્રણ કલાકમાં ૪૨૫ વાહનોનું ચેકીંગ કરી ૯૦ જેટલા વાહનો પાસેથી રૂ.૧૭ હજારથી વધુ ની રકમનો દંડ વસુલ કર્યો હતો.
મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સૂચનાથી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૨૫ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં જરૂરી ડોક્યુમેન્ટ ન હોય તથા ટ્રાફિક નિયમોનું પાલન ન કર્યું હોય તેવા ૯૦ વાહનચાલકો સામે કાર્યવાહી કરી રૂ. ૧૭,૮૦૦નો ફટકારવામાં આવ્યો હતો.