Billboard ad 1150*250

મોરબીની સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યારંભ સંસ્કારની પરંપરાગત ઉજવણી

0 64
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

શ્રી સરસ્વતી શિશુમંદિર શિશુવાટિકા દ્વારા રવિવારે માનવ જીવનના સોળ સંસ્કારોમાનો એક ખૂબ જ અગત્યનો સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કારની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી માગસર સુદ પાંચમ જે જ્ઞાન પંચમી દ્વારા ઓળખવામાં આવે છે જેમાં શિશુકક્ષા – ૨ માં અભ્યાસ કરતાં તમામ બાળકો, વાલીઓ, શાળાના આચાર્યો, પ્રધાનાચાર્યો તથા વ્યવસ્થાપકો ઉપસ્થિત રહ્યા હતા.

Post ad 2
Post ad 3

મોરબીની સરસ્વતી શિશુમંદિર શાળામાં વિદ્યારંભ સંસ્કાર ઉજવણી પ્રસંગે વાલીઓ વેદ, રામાયણ, મહાભારત અને ગીતા જેવા હિન્દુ ધર્મના શાસ્ત્રો સાથે લાવ્યા હતા. જેમાં સૌ પ્રથમ શિશુમંદિર શનાળાથી શક્તિમાંના મંદિર સુધી શોભાયાત્રા નીકળી જેમાં ભજન-કીર્તન તથા શ્લોકનું ગાન કરવાની સાથે ઘોષનું વાદન કરવામાં આવ્યું. ત્યારબાદ મંદિરે બાળકોના માતાએ તે શાસ્ત્રોનું પૂજન કર્યું. પછી માતાઓ તે શાસ્ત્રો પોતાના માથા પર લઈને શિશુમંદિરે પરત આવ્યા.

ત્યારબાદ વાલીઓ અને બાળક દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો અને “ૐ શ્રી સરસ્વત્યે નમ:” ૧૦૮ વખત ગાન કરી માળા કરવામાં આવી. બધા બાળકોએ પોતાના માતા-પિતા તથા ગુરૂજનોના આશીર્વાદ લીધા અને સાત વખત “ૐ” બોલીને બાળકોને માતા એ ૐ ને પાટીમાં ઘૂટાવ્યો ત્યારબાદ તેવી જ રીતે સાત વખત “શ્રી” બોલીને પાટીમાં ઘૂટાવ્યો. આચાર્યો દ્વારા બાળકોને કેવી રીતે અભ્યાસ કરાવશુ તે વિશે વાલીઓને માહિતી આપી

ત્યારબાદ શિશુવાટિકાના પ્રધાનાચાર્યએ વિદ્યારંભ સંસ્કારનું મહત્વ સમજાવ્યું અને વાલીઓ પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના સંસ્કાર હજી સુધી અમે બીજે ક્યાંય જોયા નથી જે માત્ર શિશુમંદિર દ્વારા જ આપવામાં આવે છે જેનું વાલી અને બાળકો પર ખૂબ અસર જોવા મળે છે.  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat