મોરબી ખાણખનીજ વિભાગે નિયમભંગ બદલ ૭ વાહન ડીટેઈન કર્યા

મોરબી ખાણખનીજ વિભાગ  આર.એમ.ગઢવી સહિતના સ્ટાફે આજે વહેલી સવારે પાંચ કલાકે હાઈવે પર પેટ્રોલિંગ કર્યું હતું જેમાં બી ડીવીઝનની હદમાં તેમજ તાલુકાની હદમાં મળીને કુલ ૭ વાહનોને નિયમભંગ બદલ ડીટેઈન કરવામાં આવ્યા હતા જેમાં જીજે ૧૨ બીટી ૫૮૩૯, જીજે ૧૨ એયુ ૯૧૮૫, જીજે ૧૨ બીવી ૫૫૧૭, જીજે ૧૨ ઓયુ ૭૩૪૧, જીજે ૧૨ બીટી ૯૫૮૪, જીજે ૧૨ બીવી ૫૬૭૧ અને જીજે ૧૨ ટીટી ૯૪૭૪ એમ સાત વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા જેમાં છ ટ્રક વ્હાઈટ કલેના ઓવરલોડેડ ભરેલા હોય તેમજ એક ટ્રક રેતીનું ભરેલું હોય જેને રોયલ્ટી ચૂકવી ના હોવાથી તમામ સાત વાહનો ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે.

 

Comments
Loading...
WhatsApp chat