



મોરબી નગરપાલિકા દ્વારા સામાકાંઠા વિસ્તારના ચામુંડાનગરમાં સીસીરોડ બનાવવામાં આવી રહ્યો હોય જેમાં ઘરની બહાર બનેલા શૌચાલયો દુર કરવા તંત્રએ અલ્ટીમેટમ આપ્યું છે જેથી સ્થાનીકોમાં નારાજગી જોવા મળી રહી છે
મોરબીના સો ઓરડી વિસ્તારના ચામુંડાનગરના રહેવાસી સુરેશભાઈ ચાવડાએ ચીફ ઓફિસર તેમજ દેશના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી જણાવ્યું છે કે તેના વિસ્તારમાં હાલ સીસીરોડ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે અને નગરપાલિકાએ ૧૪-૦૮-૧૮ ઘરની બહાર શૌચાલય બનાવ્યા હોય જે ત્રણ દિવસમાં દુર કરવા નોટીસ આપી છે ત્યારે ભારત સરકારના અભિયાન અંતર્ગત ઘરે ઘરે શૌચાલય બનાવી રહ્યા છે અને તેના વિસ્તારના શૌચાલય નડતરરૂપ નથી તેમજ સરકારે જે શૌચાલય બનાવ્યા છે તે પાડી દેવાની નોટીસ આપે તે વાત લોકોને ગળે ઉતરતી નથી અમારા શૌચાલય પાડવા માટે જેને નગરપાલિકાને ગેરમાર્ગે દોર્યા છે
તેને કોમન પ્લોટમાં દબાણ કર્યા હોય અને વાહનોના પાર્કિંગ કરતા હોવાનું પણ અરજીમાં જણાવ્યું છે જેથી આ નોટીસ ગેરવ્યાજબી હોય અને કોઈને વાંધો ના હોય અને આ મામલે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે તેમજ તંત્ર યોગ્ય કાર્યવાહી ના કરે તો જાહેર હિતની ગુજરાત હાઈકોર્ટમાં રજી કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે
નડતરરૂપ હોવાથી શૌચાલય હટાવવા નોટીસ : ચીફ ઓફિસર
લત્તાવાસીની અરજી મામલે ચીફ ઓફિસર ગીરીશ સરૈયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું છે કે રોડ બનાવવામાં નડતરરૂપ હોવાથી શૌચાલય હટાવવા નોટીસ આપી છે તેમજ જે શૌચાલય હટાવવા જણાવ્યું છે તેમાં મોટાભાગના લોકોને ઘરમાં શૌચાલય છે જ અને કેટલાક લોકો શૌચાલયનો ઉપયોગ સ્ટોર રૂમ તરીકે કરતા હોય તેવું ધ્યાને આવ્યું છે જેથી હટાવવા આદેશ આપ્યો છે અને જે ઘરોમાં નહિ હોય તેને ઘરમાં શૌચાલય બનાવવાની વ્યવસ્થા કરવાની પણ ખાતરી આપી હતી



