


ભગવાને રચેલી પ્રકૃતિ, જેમાં ઓક્સિજન એ આપણા જીવનમાં ઘણો જ ઉપયોગી અને મહત્વનો છે. અને તેના માટે વૃક્ષો ખૂબ જરૂરી છે. અને ઔષધિય વૃક્ષો રોગના ઉપચાર માટે બહુજ ઉપયોગી છે. આવી જાણકારી લોકોને મળે અને તેવા વૃક્ષોનો ઉછેર થાય તે હેતુથી મોરબીમાં વૃક્ષ પ્રેમી મિત્ર મંડળની રચના થયેલ છે.
આથી કયા વૃક્ષો ઔષધિમાં ઉપયોગી છે? તેના ફાયદા – ગેરફાયદા તેમજ ચૈત્ર મહિનામાં શુ ખવાય? શું ન ખવાય? આવી જાણકારી સાથેની પ્રથમ ધુન, વૃક્ષ પ્રેમી મંડળના સભ્ય નરેન્દ્રભાઇ મહાદેવભાઇ અઘારા(ભડિયાદ વાળા) ના ઘરે સાનિધ્ય એપાટઁમેન્ટ, ગોકુલનગર, વિવેકાનંદ પાસે, નિલકંઠ સ્કુલ સામે ડો. કે. જી. પટેલ ના દવાખાના વાળી શેરીમાં થઇને, રવાપર રોડ, મોરબી. મુકામે તા. 10-4-2018 ને મંગળવારે રાત્રે 9-30 કલાકે રાખેલ છે. તેમાં પધારવા સવેઁ વૃક્ષ પ્રેમી, પયાઁવરણ વિદ, તથા સૌ મિત્રોને વૃક્ષ પ્રેમી મિત્ર મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

