

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બને પક્ષો પ્રજાને રીઝવવા માટે અવનવા પ્રયાસો કરી રહયા છે.હાલમાં રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં ઠેર-ઠેર પ્રવાસ કરવામાં આવી રહ્યો છે.એવા મોરબીમાં આવતીકાલે ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા મોરબીમાં આવી આવી રહ્યા છે.અને મોરબી કોંગ્રેસ કાર્યકર્તા સાથે મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો મોરબીમાં સુપર માર્કેટમાં સાંજના ૫ વાગ્યે એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.