મોરબીના આમરણ ગામે આવતીકાલે નિશુલ્ક નિદાન કેમ્પ

                 મોરબીના આમરણ ગામે આવતીકાલે રવિવારના રોજ નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાંત ડોકટરો સેવા આપશે.

                આમરણ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતીકાલે તા. ૨૭ ને રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧ કલાક દરમિયાન નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં ચામડી, વાળ, નખ અને ગુપ્ત રોગોના નિષ્ણાંત ડો. બી.એસ. શેરસીયા, ડાયાબીટીશ, બીપી અને સાંધાના દુખાવાના નિષ્ણાંત ડો. હિતેષ એમ. કણઝારીયા અને આંખના રોગોના નિષ્ણાંત ડો. ચિંતન મહેશ્વરી સહિતના નિષ્ણાંત ડોકટરો સેવા આપશે.

              કેમ્પમાં બીપી, ડાયાબીટીસ અને આંખના પડદાના નુકશાન અટકાવવા માટેના ઉપાય અને સંપૂર્ણ નિદાન કરી આપવામાં આવશે નિશુલ્ક કેમ્પનો લાભ લેવા આયોજકોએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે.

Comments
Loading...
WhatsApp chat