Billboard ad 1150*250 Billboard ad 1150*250

મહાકાળી ગ્રુપ દ્વારા મેલડી માતાજીના મંદિરે કાલે ડાકલાંની રમઝટ

 

મોરબીના મહાકાળી ગ્રુપ દ્વારા ગૌ સેવાના લાભાર્થે આવતીકાલે રાત્રે ૯ વાગ્યે મહાવીર નગર પંચાસર ચોકડી પાસે આવેલા મેલડી માતાજીના મંદિરે ભવ્ય ડાકલાંનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પધારવા ભાવિકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબીમાં મહાવીર નગર પંચાસર ચોકડી પાસે, દોશી હાઈસ્કૂલની બાજુમાં આવેલા મેલડી માતાજીના મંદિરે ગૌસેવા ના લાભાર્થે આવતી કાલે મહાકાળી ગ્રુપ દ્વારા ડાકલા નો કાર્યક્રમ યોજાશે. જેમાં રમેશભાઈ રાવળદેવ, કાનાભાઈ રાવળદેવ, કિશનભાઇ રાવળદેવ ડાકલાં ની રમઝટ બોલાવશે.

આ પ્રસંગે ખોડીયાર માના ભૂવા રામજીભાઈ, મહાકાળી માના ભૂવા બેચરભાઈ, બાબુભાઈ વજેપર વાળા, ટપુભાઈ વજેપર વાળા, ચામુંડા માના ભુવા માવજીભાઇ, રામાપીરના ભૂવા હકાભાઇ કારીઆ, મામાં ના ભૂવા ભરતભાઈ રાજપર વાળા, મામાના ભૂવા લખમણ ભાઈ ડેલાવાળા, મેલડી માના ભૂવા હસુભાઈ, જેન્તીભાઇ, અરૂણભાઇ, મેલડીમાના ભૂવા મેરુભાઈ રબારી વનાળીયાવાળા, બહુચરાજી માના ભુવા રમેશભાઈ પટેલ વનાળીયાવાળા, મેલડી માના ભૂવા ખેંગારભાઈ રબારી વનાળીયાવાળા, ચામુંડા માના ભુવા લાલજીભાઈ સોનગ્રા, બૂટ માના ભૂવા રાજુભાઈ પૂજારા ઉપસ્થિત રહેશે

 

Comments
Loading...
WhatsApp chat