રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સંઘ શિક્ષક વર્ગનો આજે સમાપન સમારોહ

        રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષે સ્વયંસેવકોના પ્રશિક્ષણ હેતુ સંઘ શિક્ષા વર્ગોનું આયોજન કરવામાં આવતું હોય છે જે ચાલુ વર્ષે મોરબી નજીકના જોધપર ખાતે સંઘ શિક્ષા વર્ગ યોજવામાં આવ્યા હતા જેનો આજે સમાપન સમારોહ યોજવામાં આવશે.

        આરએસએસ સંઘ શિક્ષા વર્ગનો સાર્વજનિક સમારોપ કાર્યક્રમ આજે તા. ૨૬ ના રોજ સાંજે ૬ કલાકે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ, જોધપર ખાતે યોજવામાં આવશે જેમાં મુખ્ય વક્તા તરીકે સંઘના ગુજરાત પ્રાંત સહ કાર્યવાહ શૈલેષ પટેલ અને અતિથી વિશેષ તરીકે ભાણદેવજી મહારાજ અને વર્ગાધિકારી સુરેશજી માસ્ટર ઉપસ્થિત રહેશે.

        કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રણામ સાથે કરાશે અને ત્યારબાદ ધ્વજારોહણ, પ્રાર્થના, પ્રાત્યક્ષિક, અમૃત વચન અને વ્યક્તિગત ગીત તેમજ અતિથી વિશેષના સન્માન અને વક્તાઓનું ઉદબોધન સહિતના કાર્યક્રમો યોજાશે

Comments
Loading...
WhatsApp chat