


મોરબીના ઉધોગપતિ અને સતવારા સમાજના અગ્રણી જેઠાભાઇ દેવકરણભાઈ ડાભીનો આજે જન્મદિવસ છે જેઓ આજે જીવનના ૬૧ વર્ષ પુરા કરીને ૬૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
સતવારા સમાજના અગ્રણીય અને લોખડ ઉધોગ સાથે સંકળાયેલા જેઠાભાઈ ડાભી વિવિધ પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે મોરબી જિલ્લા ભાજપના અગ્રણી,મોરબી તાલુકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા જેઠાભાઇ ડાભી હમેશા સમાજ ઉપયોગી કાર્ય કરતા આવ્યા છે જે બીજાને મદદરૂપ થવાની ઉચ્ચ ભાવના સાથે સતત કાર્યરત રહે છે. સમાજના યુવાનોને અને સામાજિક પ્રવૃતિઓમાં હમેશા તેમનું માર્ગદર્શન પ્રાપ્ત થતું રહ્યું છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે સતવારા સમાજના અગ્રણીઓ, તેમનો પરિવાર મિત્રો અને સ્નેહીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે

