મોરબી કલોક એસોસીએશનના પ્રમુખ શશાંકભાઈ દંગીનો આજે જન્મદિવસ

મોરબી કલોક એસોના પ્રમુખ તરીકેની જવાબદારીનું વહન કરતા શશાંકભાઈ દંગીનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના જન્મદિવસ પ્રસંગે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

શશાંકભાઈ દંગીનો જન્મ તા. ૦૬-૦૫-૧૯૬૮ ના રોજ થયો હતો અને આજે તેઓ પોતાના જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરીને ૫૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. શશાંકભાઈ દંગી ઘડિયાળ ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ તરીકે નામના મેળવવા ઉપરાંત તેઓ છેલ્લા ઘણા સમયથી કલોક એસોના પ્રમુખ તરીકેની પણ જવાબદારીનું વહન કરી રહ્યા છે ઘડિયાળ ઉદ્યોગને સતાવતા પ્રશ્નોની સરકારમાં અસરકારક રજૂઆત કરી પ્રશ્નોને વાચા આપે છે

તો ઉદ્યોગપતિ હોવા સાથે તેઓ સામાજિક જવાબદારીમાં પણ હમેશા અગ્રેસર જોવા મળે છે. વિવિધ સોશ્યલ એક્ટીવીટી માટે તેઓ ખાસ સમય ફાળવે છે તો આર્થિક રીતે પણ યોગદાન આપતા રહે છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે કલોક એસોના સભ્યો, તેમનો પરિવાર, મિત્રો-સ્નેહીઓ અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ નં ૯૩૭૬૫ ૧૯૭૧૯ પર અભીનંદનનો ધોધ વરસી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat