Billboard ad 1150*250 Billboard ad 1150*250

રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલ કથામાં આજે શિવ વિવાહ યોજાશે.

ભક્તોને મોટી સંખ્યામાં જોડવા યંગ ઇન્ડિયા ગ્રુપનું આહવાન

મોરબીમાં રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલ વૈદિક યજ્ઞ દરમિયાન સાંજના શિવ કથાનું નું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ કથામાં આજે સાંજના ૭ : ૩૦ કલાકે શિવ વિવાહ યોજાશે.આ તકે દરેક ભક્તોને પધારવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબીમાં રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલ વૈદિક યજ્ઞણી સાથે સાથે દરરોજ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જાણીતા શિવકથાકાર ડો.લંકેશબાપુની શિવ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં આજે સાંજના મહાદેવના શિવ વિવાહનો પ્રસંગ ઉજવામાં આવશે. જેમાં શિવજીની જાન સાંજે 7.30 કલાકે નરસંગ મંદિરેથી વાજતે ગાજતે પ્રસ્થાન થશે અને રવાપર રોડ પર થઈ કથા સ્થળે રામોજી ફાર્મ ખાતે પોહચશે. શિવજીની ભવ્ય જાનમાં તમામ વેશભૂષા સાથેના દેવો, ભગવાન અને ભૂતડા સહિતના જોડાશે. તો આ અનોખી શિવ જાનમાં જોડાવા મોરબીની ધર્મ પ્રેમી જનતાને જોડાવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવામાં આવ્યું છે. તેમજ જાનમાં જોડાનાર ભક્તો માટે કથા સ્થળે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

Comments
Loading...
WhatsApp chat