ટંકારામાં ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો આજે અંતિમ દિવસ

ટંકારા ગામ સમસ્ત બાપા સીતારામ શાંતિ આશ્રમ ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો આજે અંતિમ દિવસ. કથાનું રસપાન કરવા હજારો ભાવિકો ઉમટયા નદીના કિનારે વનવગડ સમા આશ્રમે ઈશ્ર્વરની લીલા આબેહૂબ ઉજવી

ટંકારા ગામથી ઉગમણી સિમના કેડે કોઠારીયા રોડ ઉપર આવેલ શ્રી પ્રાયશ્ચિત હનુમાનજી મંદિર અને બાપા સીતારામ સેવા સમિતિ તથા સમસ્ત ટંકારા ગામ દ્વારા શાંતિ આશ્રમ મુકામે વિશ્રામગૃહના લાભાર્થે બાળ વિદુષી રતનેશ્વરીબેન(રામધન આશ્રમ-મોરબી ) સવારે 9:00 થી 11:00 તેમજ બપોરે 3:00 થી 5:00 કલાકે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. આ દરમિયાન પરીક્ષિત રાજાનો જન્મ, ભગવાનના વિવિધ અવતારો, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા અનેક વિવિધ પ્રસંગો ધામધૂમથી અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રૂક્ષમણી વિવાહ મા ગાડા બળદમા જાન આવી હતી અને લગ્ન ગીતોની રમઝટથી વાતાવરણ શરણાઈના સૂર અને તાલની સંગત સાથે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત કથા વિરામ બાદ દરરોજ ભક્તજનોને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હાલે જગ્યાના મહંત પ્રાણજીવનદાસ બાપુ હસ્યા મુખે રાહદારી ને ઓટલો અને રોટલો ખવડાવી રાજી થાય છે. અહીંથી નટખટ કાનુડાના દર્શને દ્રારકા જતા અને આઈ ખોડીયાર માતાના દર્શને માટેલ પગપાળા જતા યાત્રાળુ માટે નો સોટકટ રસ્તો છે માટે અહી વિશ્રામ ગૃહમાં આશ્રય લઈ આનંદ અને શાંતિ મેળવે છે.

Comments
Loading...
WhatsApp chat