મોરબી નવયુગ વિધાલયના સંચાલક નીલેશભાઈ અઘારાનો આજે જન્મદિવસ

 

મોરબીની શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી નવયુગ વિધાલયના સંચાલક નીલેશભાઈ અઘારાનો આજે જન્મદિવસ છે નીલેશભાઈ અઘારા નવયુગ વિદ્યાલયનું વર્ષોથી સફળ સંચાલન કરતા આવ્યા છે

 

સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયા સરના માર્ગદર્શન હેઠળ તેઓ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ જોવા મળે છે શાળાના શિક્ષકો માટે સમયાન્તરે ટીચર્સ ટ્રેનીંગ જેવા કાર્યક્રમો યોજીને શિક્ષકો નવું રચનાત્મક કાર્ય કરી બાળકોને નવું શીખવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે તો બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે નવયુગ પરિવારના સાથી મિત્રો, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ અને સામાજિક આગેવાનો તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

Comments
Loading...
WhatsApp chat