મોરબી ચકચારી મમ્મું દાઢી હત્યાના આરોપી આરીફ મીરએ હથિયાર કોને આપ્યા હતા ?

 

મોરબીમાં ચકચારી મમ્મું દાઢી હત્યા કેસમાં સંડોવાયેલ કુખ્યાત આરીફ મીર તથા એક અજાણ્યા શખ્સના હથિયાર ટંકારા સરકારી હોસ્પિટલ સામે રહેતા એક વ્યક્તિના ઘરેથી મળી આવતા ટંકારા પોલીસે તમામ હથિયાર જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે

 

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈ તથા સીપીઆઈ બીપી સોનારા ના માર્ગદર્શન હેઠળ મોરબી  જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડવા કાર્યરત હોય દરમિયાન ટંકારા પી એસ આઈ બી ડી પરમારને ખાનગી બાતમી મળી હતી કે ટંકારા સરકારી હોસ્પિટલ સામે રહેતા આદમભાઈ ઉર્ફે આદુ ઈસાભાઈ અબ્રાણીના રહેણાંક મકાને હથિયારો હોવાની બાતમીના આધારે દરોડો કરતા આરોપી આદમભાઈના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર પિસ્તાલ નંગ-૨ કીમત રૂ.૨૦,૦૦૦ તથા અલગ અલગ જીવતા કાર્ટીસ નંગ-૮૦ કીમત રૂ.૮,૦૦૦ તથા હથિયાર ઉપર લગાવવાનું ટેલીસ્કોપ કીમત રૂ.૨૦૦૦ તથા ખાલી મેગ્જીન નંગ-૩ એમ કુલ મુદામાલ કીમત રૂ.૩૦,૦૦૦ સાથે આરોપી આદમભાઈને પકડી પાડી તો આ ગેરકાયદેસર હથિયાર અને કાર્ટીસ મોરબીના ચકચારી મર્ડર કેસ મહમદ હનીફ ઉર્ફે મમ્મું દાઢીના હત્યામાં સંડોવાયેલા કુખ્યાત આરીફભાઈ ગુલામભાઈ મીર તથા એક અજાણ્યો ઇસમ આપી ગયેલ હોવાનું કબુલાત આપી હતી જેથી ટંકારા પોલીસ મુદામાલ કબજે કરી ધોરણસરનું કાર્યવાહી હાથ ધરી છે

 

 

ટંકારા પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ બી ડી પરમાર, વિજયભાઈ નાગજીભાઈ, વિજયભાઈ પરબતભાઈ, હિતેશભાઈ વશરામભાઈ, ખાલીદખાન રફીકખાન, સિદ્ધરાજસિંહ અર્જુનસિંહ, સિદ્ધરાજસિંહ અનિરુધ્ધસિંહ, કૌશિકભાઈ રતિલાલભાઈ સહિતના સ્ટાફે કરેલ છે

 

 

Comments
Loading...
WhatsApp chat