Billboard ad 1150*250 Billboard ad 1150*250

રાજ્યના પોલીસકર્મીઓનું શોષણ અટકાવવા જીલ્લા કલેકટરને આવેદન

ઇન્ડીયન હુમન રાઈટ્સ એસોએ કલેકટરને કરી રજૂઆત

રાજ્યભરમાં પોલીસ કર્મચારીઓનું શોષણ થતું અટકાવવા માટે ઇન્ડિયન હ્યુમન રાઈટ એસોસિએશનના પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવીને રજુઆત કરવામાં આવી હતી.

ઇન્ડિયન હ્યુમન રાઈટ એસોસિએશનના પ્રદેશ અધ્યક્ષ પ્રેમચંદ યાદવ અને મોરબી જીલ્લા અધ્યક્ષ વીનેશ સવસેટા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ જવાનો પોતાની ફરજ દરમિયાન સતત માનસિક યાતનાઓ ભોગવી રહ્યા છે. આ કારણે હતાશા અને નિરાશાથી પોલીસ જવાન આત્મહત્યા કરી લે તેવી પણ ઘટનાઓ બની છે. કમનશીબી એ છે કે પોલીસકર્મીઓ પર શિસ્તના ઓથા હેઠળ જો હુકમી કરી શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવે છે.

રાજ્યભરના પોલીસ કર્મીઓ પાસેથી સમય કરતા વધુ કામ લેવામાં આવે છે અને વધુ સમયનું વળતર પણ આપવામાં આવતું નથી. જો કોઈ પોલીસકર્મી આ બાબતનો વિરોધ કરે તો તેને ખોટા રિપોર્ટ કરી નોકરી લઈ લેવાની ધમકી આપીને દબાવવામાં આવે છે. પોલીસ કર્મીઓને પૂરું વળતર મળે અને આવશ્યક લાભ મળે તે માટે હ્યુમન રાઈટ એસો. કોર્ટના દ્વાર ખખડાવી પોલીસ કર્મચારીઓના હિતમાં લડત આપશે તેમ અંતમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat