Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદમાં હાલ પરિસ્થિતિ કાબુમાં, રેન્જ આઈજી-જીલ્લા કલેકટર હળવદમાં

બંને સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક યોજાશે

 

હળવદમાં ગત રાત્રીના થયેલી બબાલ બાદ તંગદીલી ભરી સ્થિતિ જોવા મળી હતી અને હિંદુ સંગઠનોએ આપેલા બંધ બાદ છમકલા થયા હતા જોકે પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે તો બનાવને પગલે રેન્જ આઈજી તેમજ જીલ્લા કલેકટર પણ હળવદ પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો

 

હળવદમાં ગત મોડી રાત્રીના સમયે બજરંગદળના સંયોજક પર હુમલા બાદ પરિસ્થિતિ વણસી હતી જેમાં આગજની અને તોડફોડ બાદ માહોલ તંગદીલીભર્યો બન્યો હતો તો હિંદુ સંગઠનોએ બંધનું એલાન આપતા સવારથી બજાર બંધ જોવા મળી હતી

તો બનાવને પગલે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશી સહિતના અધિકારીઓ અને પોલીસકર્મીઓનો કાફલો તૈનાત કરાયો છે તો બનાવને પગલે રેંજ આઈજી સંદીપસિંઘ અને જીલ્લા કલેકટર આર જે માંકડિયાએ હળવદ પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો

આગજની કરનાર ૧૫ જેટલા તોફાની તત્વોને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે અને હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું તેમજ સાંજે બંને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવનાર હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે

Comments
Loading...
WhatsApp chat