



સહકારી ક્ષેત્રે કિશાનોના ખેત પેદાશના પુરતા બજાર ભાવ મળી તે માટે રાજય સરકાર દ્બારા અનેક પગલા લઈ ખેડુતો માટે કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવાઈ છે. તે મુજબ કિશાન કલ્પવૃક્ષ યોજના અને આધુનિક પાયાની સવાલતો ઉભી કરવા માટેની યોજનાઓ અમલમાં છે.
મોરબી જિલ્લામાં હળવદ બજાર સમિતીને યોજનાઓ હેઠળ કુલ રૂ.૪ કરોડ ૩૮ લાખ ૭૦ હજારની સહાય ચુકવવામાં આવી છે. આ ઉપરાંત હળવદ બજાર સમિતીએ ઈ-માર્કેટીંગની કામગીરી શરૂ કરી ઈ-માર્કેટીંગથી વેચાણ કરવામાં આવે છે. આથી બજાર સમિતી હળવદને ૧૨ કોમ્પ્યુટર P.C. ૧ લેપટોપ, ૫-ટેબલેટ, ૪ પ્રિન્ટર, ઉપરાંત રૂ.૨ લાખ ૪૦ હજાર કોમ્પ્યુટર ઓપરેટર સહાય અને રૂ.૨૦ હજાર ફર્નિચર સહાય પેટે સહાય આપવામાં આવેલ છે. તેમ સહકારી મંડળીઓ, મોરબીના જિલ્લા રજીસ્ટ્રારએ જણાવ્યું છે.



