આવાસ યોજનાના ફોર્મ મેળવવા આજે’ય પડાપડી, પોલીસને દોડવું પડ્યું

 

         મોરબીના જુના મહાજન ચોક નજીક આવેલી એક્સીસ બેંક ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ વિતરણની શરૂઆત સોમવારથી કરવામાં આવી છે જેમાં આજે ફરીથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  

        પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે સોમવારથી જ લાભાર્થીઓ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને સતત ભીડભાડ રહેતી હોવાથી એક્સીસ બેંક પાસે ફોર્મ માટે લોકોનો ઘસારો થતા મેળાવડા જેવા દ્રશ્યો સર્જાયા હતા સોમવારે ભારે ભીડ અને ટ્રાફિકના દ્રશ્યો સર્જાતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી

          તો આજે બુધવારે પણ સવારથી લોકોએ લાઈન લગાવી દેતા ફરીથી એ જ દ્રશ્યો સર્જાયા છે અને લોકોના ટોળા ઉમટી પાડતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી તેમજ ટ્રાફિકના પ્રશ્નો પણ સર્જાયા હતા બેંક ખાતે આવાસ યોજનાના ફોર્મ વિતરણ શરુ કરવામાં આવ્યા ત્યારથી આ સ્થિતિ સર્જાઈ છે અને ટોળાને કાબુમાં લેવા પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

 

Comments
Loading...
WhatsApp chat