Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં હોમગાર્ડસની ખાલી જગ્યાઓ ભરવા તા. ૨૮ સુધીમાં અરજી કરવી

 

મોરબી જીલ્લામાં ગૃહ રક્ષક દળ (હોમગાર્ડસ) ના માનદ સભ્યોની ખાલી જગ્યા જેમાં ૨૫૯ પુરુષ અને ૩૭ મહિલા સભ્યોની ભરતી કરવાની હોય જેથી તા. ૨૮ સુધીમાં અરજી કરવા જણાવ્યું છે

હોમગાર્ડસની ખાલી જગ્યાઓની ભરતી માટે ૧૦ પાસ કે તેથી વધુ અભ્યાસ ધરાવતા ૧૮ થી ૫૦ વર્ષ સુધીના ઉમેદવારો મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારા વિસ્તારના ૮ કિમી વિસ્તારમાં રહેતા હોય તેવા શારીરિક અને માનસિક અશક્ત ઉમેદવારોએ ફોર્મના નમુના મોરબી જીલ્લા હોમગાર્ડસ કચેરી, રચના સોસાયટી બ્લોક નં ૦૯/એ કલેકટર ઓફીસ સામે શોભેશ્વર રોડ મોરબી ખાતેથી મેળવી લઈને તા. ૨૨ ઓક્ટોબરથી તા. ૨૮ ઓક્ટોબર સુધીમાં રૂબરૂ જમા કરાવવાના રહેશે તેમ યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat