મોરબી : સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રા યોજાશે

દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે ૧૪મી ઓગસ્ટના રોજ મોરબી જિલ્લા મથકે તિરંગા યાત્રાના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર આર.જે.માકડિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી.

આ યાત્રામાં સરકારી કચેરીઓએ શુ-શુ કાર્યવાહી કરવાની રહેશે તે અંગે કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતું મોરબી જિલ્લાના લોકોમાં આ અંગે જાગૃતી ફેલાય તે માટે વધુમાં વધુ લોકો આ તિરંગા યાત્રામાં જોડાય અને રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાય તે રીતે યાત્રાનું આયોજન કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન જોષી, ડી.વાય.એસ.પી. બન્નો જોષી, પ્રાંત અધિકારી એસ.જે.ખાચર, મોરબી નગરપાલીકા ચિફ ઓફિસર ગીરીશ સરૈયા, સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat