



ટંકારા કોર્ટમાં ચેક રીટર્ન કેસ મામલે ટંકારા કોર્ટે ચુકાદો આપીને આરોપીને કસુરવાન ઠેરવ્યો છે અને એક વર્ષની જેલની સજા અને ૧૩ લાખનું વળતર એક માસમાં ચૂકવવાનો આદેશ આપ્યો છે
ચેક રીટર્ન કેસની મળતી માહિતી મુજબ ટંકારામાં વર્ષ ૨૦૧૬માં મોટા ખીજડીયાના અજયરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાએ આરોપી ધર્મેશભાઈ ચંદ્રકાંતભાઈ ઉર્ફે ચંદુભાઈ શીશાંગીયાને બીમારીના ઈલાજ માટે મિત્ર દાવે ૧૦ લાખની રકમ થોડો સમય માટે હાથ ઉછીના આપ્યા હતા જે સમય પૂરો થતા ધર્મેશ ચંદ્રકાંતભાઈ ઉર્ફે ચંદુભાઈ શીશાંગીયાએ ઉછીના નાણા પેટે તા. ૦૫-૧૧-૨૦૧૬ ના રોજ ચેક આપ્યો હતો પરંતુ ચેક રીટર્ન થયો હતો જેથી ફરિયાદીએ વકીલ ચેતન પી સોરીયા મારફત ટંકારા એન કે યાદવની કોર્ટમાં કેસ કર્યો હતો
જેમાં ફરિયાદીના વકીલ ચેતન પી સોરીયાની ધારદાર દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટે આરોપી ધર્મેશ ચંદ્રકાંતભાઈ ઉર્ફે ચંદુભાઈ શીસાંગીયાને કસુરવાન ઠેરવીને એક વર્ષની સજા ફટકારી છે અને ફરિયાદીને રકમ ૧૩,૦૦,૦૦૦ નું વળતર એક માસમાં ચૂકવવાનો હુકમ કર્યો છે જો આ વળતરની રકમ આરોપી ના ચુકવે તો વધુ છ માસની સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે



