Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારાના ઓટાળા ગામે ત્રણ શખ્સોનો યુવાન પર હુમલો

ટંકારા તાલુકાના ઓટાળા ગામે સ્કુલમાં નાખવામાં આવેલ પાઈપ લાઈન જોવા ગયેલ યુવાનને ત્રણ શખ્સોએ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ટંકારાના ઓટાળામાં રહેતા સુરેશભાઈ નથુભાઈ પરમાર નામનો યુવાન સ્કૂલમાં નાખવામાં આવેલી પાઇપ લાઈન જોવા જતા કરમશી ભીમજી પટેલ, દિપક કરમશીભાઈ અને દલપત હરીભાઈ નામના શખ્સોએ અહીં કેમ આવ્યો કહી લોખંડના પાઈપ વડે મારમારી જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સુરેશ પરમાર ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ મામલે સુરેશભાઈ પરમારે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Comments
Loading...
WhatsApp chat