ત્રણ વર્ષના ગુમ થયેલા બાળકને શોધી તાલુકા પોલીસે કરાવ્યું પરિવાર સાથે મિલન

પોલીસ એ પ્રજાની મિત્ર છે ઉક્તિને સાર્થક કરતો કિસ્સો મોરબીમાં જોવા મળ્યો છે જેમાં એક કારખાનામાંથી શ્રમિક પરિવારનું ત્રણ વર્ષનું બાળક ગુમ થયા બાદ તાલુકા પોલીસની ટીમે તેને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું

મોરબીના પાવડીયારી કેનાલ પાસેના સ્પાર્ટન ગ્રેનાઈટો કારખાનામાં કામ કરતા શ્રમિક હેમરાજ સીતુર અને તેની પત્ની બદલીબેનનો દીકરો અર્જુન (ઉ.વ.૦૩) ગઈકાલે ગુમ થયાની મોરબી તાલુકા પોલીસની ટીમને જાણ થઇ હતી અને તાલુકા પીએસઆઈ એસ.એ. ગોહિલના માર્ગદર્શન હેઠળની ટીમે બાળક અર્જુનને શોધવા માટે તપાસ આદરી હતી અને કેનાલ પાસેના કારખાનામાંથી અર્જુનને ગણતરીની કલાકમાં શોધી પરિવાર સાથે તેનું સુખદ મિલન કરાવ્યું હતું જેથી પરિવારે તાલુકા પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

Comments
Loading...
WhatsApp chat