Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના વજેપરમાં વોકળા કાંઠેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

 

મોરબીના વજેપર વિસ્તારમાં વોકળાના કાંઠેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પોલીસે ત્રણ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વજેપર ગામના ઝાંપા પાસે વોકળા કાંઠે ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ હોવાની બાતમીને પગલે ટીમે દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની બોટલ નંગ ૪૧ કીમત રૂ ૧૨,૩૦૦ નો મુદામાલ ઝડપી લઈને આરોપી ગીરીશ હિતેશભાઈ રાણેવાડિયા, મેઘરજસિંહ ભરતસિંહ ઝાલા અને કિશન મનુભાઈ લાંબા રહે ત્રણેય વજેપર મોરબી વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જે કામગીરીમાં એ ડીવીઝન પીઆઈ જે એમ આલ, પીએસઆઈ આર પી જાડેજા, જે એ ઝાલા, અરવિંદભાઈ ગડૈયા સિદ્ધરાજભાઈ લોખીલ અને ધર્મેન્દ્રભાઈ વાઘડીયા સહિતની ટીમ જોડાયેલ હતી

 

Comments
Loading...
WhatsApp chat