મોરબી જીલ્લામાં ત્રણ બુધવાર વીજકાપ, જાણો ક્યાં ગામોમાં રહેશે વીજળી ગુલ

૬૬ કેવીના ૧૩ સબ સ્ટેશનમાં રીપેરીંગને પગલે વીજકાપ

મોરબી પીજીવીસીએલની વિભાગીય કચેરી દ્વારા તા. ૦૪ થી આવનાર ત્રણ બુધવાર સુધી સબ સ્ટેશન તથા લાઈનનું અગત્યનું રીપેરીંગ કરવાનું હોવાથી વીજ પુરવઠો મળી શકશે નહિ જેથી તા. ૦૪, તા. ૧૧ અને તા. ૧૮ એમ ત્રણ બુધવાર સુધી વીજકાપ રહેશે.

મોરબી વિભાગીય કચેરી દ્વારા જે ૬૬ કેવી સબ સ્ટેશન ખાતે રીપેરીંગ કરવાનું છે જેમાં ટંકારાનું સરાયા, મોરબીના રફાળેશ્વર, માળિયાનું વેજલપર, મોરબી તાલુકાનું ખરેડા અને જેતપરમાં તા. ૦૪ ને બુધવારે સવારે ૮ થી સાંજે ૪ સુધી વીજકાપ રહેશે. જયારે તા. ૧૧ ને બુધવારના રોજ મોરબીના કલીકાનગર, લીલાપર, રવાપર, ત્રાજપર ખાતેના ૬૬ કેવી સબ સ્ટેશન ખાતે રીપેરીંગ હોવાથી સવારે ૮ થી સાંજે ૪ સુધી વીજકાપ રહેશે તેમજ તા. ૧૮ ને બુધવારે મીતાણા, મહેન્દ્રનગર, લખધીરપુર અને ભરતનગર ખાતેના સબ સ્તેશનમાં રીપેરીંગ કરવાથી સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી વીજકાપ રહેશે જે સમારકામ હોવાથી વીજ પુરવઠો મળી શકશે નહિ અને કામ વહેલું પૂર્ણ થયે કોઈપણ જાણ કર્યા વિના જ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવશે તેમ વિભાગીય કચેરી મોરબી દ્વારા માહિતી આપવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat