રાજ્યના બેસ્ટ ૪૧ શિક્ષકોમાં મોરબી જીલ્લાના ત્રણ શિક્ષકો પસંદગી પામ્યા




રાજ્ય સરકાર દ્વારા રાજ્ય પારિતોષિક યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૭ માટે ૪૧ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એવોર્ડ માટે પસંદગી પામેલા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો માટે પસંદગી પામેલા શિક્ષકોમાં મોરબી જિલ્લામાં પ્રાથમિક શિક્ષક વિભાગમાંથી નવા મકનસર પ્રાથમિક શાળાના જીતેન્દ્રભાઈ ઓધવજીભાઈ પાચોટીયા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક વિભાગમાંથી ચકમપર પ્રાથમિક શાળાના શૈલેષકુમાર જેઠાલાલ કાલરીયા અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાંથી ડી.જે.પટેલ કન્યા વિદ્યાલયના અંજનાબેન અમૃતલાલ ફટણીયાની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૧૭ માટે પસંદગી થતા મોરબી જિલ્લાના શિક્ષકગણમાં હર્ષની લાગણી ફેલાઇ છે. આગામી તા. ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિને તમામ શિક્ષકોને રાજ્યપાલશ્રીના હસ્તે એવોર્ડ આપવામાં આવનાર હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે.

