લખધીરપુર રોડ પર ત્રણ દુકાનના તાળા તૂટ્યા, તસ્કરો સીસીટીવીમાં કેદ

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ શિવ કોમ્પ્લેક્ષમાં આવેલી ઓમશ્રી ટેલીકોમ, ઈમેજ જનરલ સ્ટોર અને શિવ પ્રોવિઝન સ્ટોર એમ ત્રણ દુકાનના તાળા ગત રાત્રીના તૂટ્યા છે. જેમાં ઓમશ્રી ટેલીકોમના સંચાલક સાગર કુંડારિયા પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર તસ્કર ટોળકીએ તેની દુકાનના ગ્રીલ અને શટર તોડ્યા હતા તે ઉપરાંત ટેબલને નુકસાન પહોંચાડીને દુકાનમાં રાખેલ કપડા, મોબાઈલ અને ઘડિયાળ સહિતની ચીજવસ્તુઓ ચોરી ગયા છે તસ્કરોએ બાજુમાં આવેલી ઈમેજ જનરલ સ્ટોર અને શિવ પ્રોવિઝન સ્ટોરને પણ નિશાન બનાવીને સામાન વેરવિખેર કરીને દુકાનમાં નુકશાની પહોંચાડી છે. તસ્કરોએ ઓમશ્રી ટેલીકોમની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા જોકે અંદર લગાવેલ દુકાનના કેમેરામાં તેઓ કેદ થયા હતા બનાવ રાત્રીના ૦૩ : ૩૦ થી ૪ વચ્ચે બન્યો હતો જેમાં ત્રણ શખ્શો કેમેરામાં કેદ પણ થયા છે આ અંગે દુકાનદારોએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ ચલાવી હતી જોકે સત્તાવાર કોઈ ફરિયાદ નોંધાઈ નથી તેમજ કીમતી વસ્તુ કે રોકડ હાથ નહિ લાગતા તસ્કરોએ ત્રણેય દુકાનમાં સામાન વેરવિખેર કરી નુકશાની પહોંચાડી હતી.

Comments
Loading...
WhatsApp chat