મોરબીના ત્રણ પોલીસકર્મી પીએસઆઈ પરીક્ષામાં ઉતીર્ણ

રાજ્ય સરકાર દ્વારા હાલ પોલીસ વિભાગમાં પીએસઆઈ સહિતના પોલીસની સીધી ભરતી કરવા માટે પરીક્ષાઓ લેવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી ત્યારે મોરબીના પોલીસકર્મીઓએ પણ પીએસઆઈ બનવાની પરીક્ષા આપી હતી જે પરીક્ષામાં કુલ ૩૭૬ ઉમેદવારો ઉતીર્ણ થયા છે જેમાં મોરબીના પણ ત્રણ પોલીસકર્મીઓ પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે. મોરબીના પોલીસકર્મી ચુનીલાલ રાંકજા, વિક્રમભાઈ ગઢવી અને રાજુભાઈ તાપરિયા એ ત્રણેયે પીએસઆઈ પરીક્ષા પાસ કરી છે જેને મોરબી જીલ્લા પોલીસવડા અને પોલીસ પરિવારે શુભકામનાઓ પાઠવી છે.

Comments
Loading...
WhatsApp chat