Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના સતાપર ગામે પારકા ઝઘડામાં વચ્ચે પડતા આધેડ પર ત્રણ શખ્શોનો હુમલો

અન્યના મોટરસાયકલમાં તોડફોડ કરતા ઇસમોને રોકવા જતા આધેડને માર મારી ધમકી આપી

 

વાંકાનેર તાલુકાના સતાપર ગામે બાજુની વાડીવાળા પાસેથી રૂપિયા લેવા આવેલ ત્રણ ઈસમો વાહનમાં તોડફોડ કરી નુકશાન કરતા હોય જેને રોકવા ગયેલ આધેડને ત્રણેય ઇસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

વાંકાનેરના સતાપર ગામના સવસીભાઇ કલાભાઈ ધરજીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાની વાડીએ હોય ત્યારે બાજુની વાડીવાળા મનસુખભાઈ કેશાભાઇનું મોટરસાયકલ વાડીએ પડ્યું હોય અને આરોપીઓ રવિ હેમંત કોળી, સુનીલ નારણ કોળી અને રાઘવ ગોરધન કોળી રહે બધા મોરબી ત્રાજપર વાળા બુલેટમાં આવીને મનસુખભાઈ કેશાભાઇ પાસે રૂપિયા લેવા હોય જેથી મનસુખભાઈના મોટરસાયકલમાં તોડફોડ કરી નુકશાન કરતા હતા

 

જેથી ફરિયાદી સવસીભાઇએ નુકશાન કરવાની ના પાડતા આરોપીઓએ છુટા પથ્થર ઘા મારી તેમજ ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે મારામારી અંગે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat