મોરબીના નવી પીપળી ગામે હત્યા પ્રકરણમાં ત્રણની અટકાયત

ટોળાએ ચોર સમજીને માર મારતા યુવાનનું મોત થયું હતું.

મોરબીના નવી પીપળી ગામે રવિવારે ગામની ભાગોળે અજાણ્યા શખ્શનો મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડીને વધુ તપાસ ચલાવી હતી તેમજ બનાવ હત્યાનો હોવાની આશંકા સાથે તપાસ ચાલવી હતી જે મામલે હત્યાનો ગુન્હો નોંધી પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી છે.

બનાવ ની પ્રાપ્ત વિગતો મુજબ પીપળી ગામેથી રવિવારે અજાણ્યા પુરુષની લાશ મળ્યા બાદ તેના શરીર પરથી ઈજાના નિશાન મળી આવ્યા હતા જેથી તાલુકા પોલીસે હત્યાની આશંકા સાથે એ દિશામાં તપાસ ચલાવી હતી. રવિવારે રાત્રે નવી પીપળીના સિલ્વર પાર્કમાં ચારેક અજાણ્યા શખ્શો ચોરી કરવાના ઈરાદે આવ્યા હોય અને લત્તાવાસીઓ જાગી જતા ત્રણ શખ્શો નાસી ગયા હતા જયારે હાથે ચડી ગયેલા એક શખ્શને રહીશોએ ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે તાલુકા પોલીસે આ હત્યા અંગે ગુન્હો નોંધી ગણતરીના દિવસોમાં જ હત્યાકેસનો પર્દાફાશ કરીને આરોપીઓને દબોચી લીધા હતા. હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી જયેશ રમેશ વાણંદ (ઉ.વ.૩૦) વિજય મનસુખ પટેલ (ઉ.વ.૩૦) અને ચિરાગ વાસુદેવ અઘારા (ઉ.વ.૨૭) રહે. બધા નવી પીપળી વાળાની તાલુકા પોલીસે અટકાયત કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat