મોરબીની ખોજા સોસાયટીમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી એ ડીવીઝન પોલીસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા અને એ ડીવીઝન પીઆઈ આર.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા રોડ પરની ખોજા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કરતા સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા નુરદિનભાઈ નીજારઅલી કચરાણી, હુશેનભાઈ અકબરઅલી બખથરીયા અને નીજાર અલી મેરાઅલી કચરાણી રહે. ત્રણેય ખોજા સોસાયટીવાળાને ઝડપી લઈને રોકડ રકમ ૧૮,૬૯૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat